ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન.
- અઝરબૈજાનથી પરત ફરતી વખતે તેમનું હેલિકોપ્ટર ભારે વરસાદ, ધુમ્મસના કારણે ઈરાની શહેર વરઝેઘાન જે અઝરબૈજાનની સરહદ નજીક પર્વતીય વિસ્તાર છે તેની નજીક ક્રેશ થયું હતું.
- આ હેલિકોપ્ટરમાં રાયસી અને વિદેશ મંત્રી હોસૈન અમીરાબદુલ્લાહિયન સહિત 9 લોકોના મોત થયા હતા.
- ઈબ્રાહિમ રાયસીનો જન્મ 14 ડિસેમ્બર 1960ના રોજ ઈરાનના મશહદ શહેરમાં થયો હતો.
- તેઓ 19 મેની સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા ગયા હતા.
- તેઓ વર્ષ 2021માં ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા હતા.
- તેઓ ઈરાનના પહેલા રાષ્ટ્રપતિ હતા જેમના પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
Category: Current Affairs Detailed in Gujarati