હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સૈનીની નિયુક્તિ.
- નાયબ સૈનીએ હરિયાણાના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમની સાથે પાંચ ધારાસભ્યો પણ મંત્રી બન્યા જેમાં કંવર પાલ સિંહ ગુર્જર, જય પ્રકાશ દલાલ, મૂળચંદ શર્મા, ડૉ. બનવારી લાલનો સમાવેશ થાય છે.
- મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની કુરુક્ષેત્ર મતવિસ્તારમાંથી લોકસભા સાંસદ પણ છે. આ પહેલા તેઓ વર્ષ 2014માં નારાયણગઢ વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
- વર્ષ 2016માં નાયબ સિંહ હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 2014માં નાયબ સિંહ અંબાલા જિલ્લાની નારાયણગઢ બેઠક પરથી 24 હજારથી વધુ મતોથી ચૂંટણી જીત્યા હતા અને વર્ષ 2019માં નાયબ સિંહ કુરુક્ષેત્ર સીટથી લોકસભા સાંસદ તરીકે સંસદમાં પહોંચ્યા હતા.
- ઓક્ટોબર 2023માં નાયબ સિંહને હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
- ઉલ્લેખનીય છે કે 12 માર્ચે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JJP)નું ગઠબંધન તૂટી ગયું હતું.
- ગઠબંધન તૂટ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપતા નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી ચૂંટવામાં આવ્યા.
Category: Current Affairs Detailed in Gujarati