સ્પેસએક્સ દ્વારા મિથેન ગેસને ટ્રેક કરવા માટે “મિથેનસેટ” સેટેલાઈટને ભ્રમણકક્ષામાં મોકવામાં આવ્યો.
- મિથેનસેટ, પર્યાવરણીય સંરક્ષણ ભંડોળ (EDF) દ્વારા સંચાલિત એક પહેલ છે.
- MethaneSATનો ઉદ્દેશ્ય હિતધારકોને નિર્ણાયક પગલાં લેવા માટે સશક્તિકરણ મળે તે માટે સ્વતંત્ર રીતે ઉદ્યોગના અહેવાલોને ચકાસવાનો અને મિથેન હોટસ્પોટ્સને નિર્ધારિત કરવાનો છે.
- મિથેનસેટ પૃથ્વીથી 360 માઇલ ઉપર સ્થિત છે અને દરરોજ 15 વખત પૃથ્વીની પરિક્રમા કરવામાં આવશે.
- મિથેનસેટ દ્વારા ઉધોગધારકોને વ્યાપક મિથેન ઉત્સર્જન ડેટા પ્રદાન કરશે.
- તે Google ની ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ દ્વારા કાર્યરત છે.
- મિથેન મજબૂત ગ્રીનહાઉસ ગેસ છે તે કાર્બન ડાયોક્સાઇડ કરતાં અણુ દીઠ હવામાં ઘણી વધુ ગરમી પેદા કરે છે અને ગ્લોબલ વોર્મિંગ વધારે છે.
- આ પ્રોજેક્ટમાં મુખ્ય ફાળો આપનારાઓમાં એન્વાયર્નમેન્ટલ ડિફેન્સ ફંડ, ન્યુઝીલેન્ડ સ્પેસ એજન્સી, હાર્વર્ડ યુનિવર્સિટી, BAE સિસ્ટમ્સ અને ગૂગલનો સમાવેશ થાય છે.
Category: Current Affairs Detailed in Gujarati