સરોદ વાદક રાજીવ તારનાથનું 91 વર્ષની વયે નિધન.

સરોદ વાદક રાજીવ તારનાથનું 91 વર્ષની વયે નિધન.

  • તેઓ અલી અકબર ખાનના શિષ્ય હતા.
  • તેઓએ અંગ્રેજી સાહિત્યમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
  • તેમણે સંસ્કાર, કંચના સીતા અને કડવુ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી કન્નડ ફિલ્મો માટે સંગીત આપ્યું છે.
  • તેમણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સના વર્લ્ડ મ્યુઝિક વિભાગમાં ભારતીય સંગીત કાર્યક્રમના વડા તરીકે સેવા આપી હતી.
  • તેઓને વર્ષ 2019 માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમના મૂલ્યવાન યોગદાન માટે તેમને કેન્દ્રીય સંગીત નાટક એકેડેમી પુરસ્કાર, રાજ્ય સંગીત વિદ્વાન પુરસ્કાર, ચોઘડિયા પુરસ્કાર અને કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ કન્નડ રાજ્યોત્સવ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Category: Current Affairs Detailed in Gujarati