વન્યજીવન જીવવિજ્ઞાની ડૉ. પૂર્ણિમા દેવી બર્મનને Green Oscar (Whitley Gold Award)થી સન્માનિત કરવામાં આવ્યા.
- લુપ્તપ્રાય ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક અને તેના વેટલેન્ડ વસવાટના સંરક્ષણ તરફના તેમના પ્રયાસો બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.
- ડૉ. પૂર્ણિમા આસામની રહેવાસી છે.
- તેમને આ એવોર્ડમાં વ્હીટલી ફંડ ફોર નેચર (WFN) તરફથી 1 લાખ બ્રિટિશ પાઉન્ડનો વ્હાઈટલી ગોલ્ડ એવોર્ડ મેળવ્યો હતો.
- WFN સમગ્ર વિશ્વમાં પાયાના સંરક્ષણને સમર્થન આપે છે.
- ડૉ. પૂર્ણિમા બર્મનનો પ્રયાસ 2030 સુધીમાં ભારત અને કંબોડિયામાં સ્ટોર્કની આ પ્રજાતિના પક્ષીઓની સંખ્યા બમણી કરીને 5,000 સુધી પહોંચાડવાનો છે.
Category: Current Affairs Detailed in Gujarati