વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અરુણાચલ પ્રદેશમાં 13,000 ફૂટની ઊંચાઈએ બનેલી સેલા ટનલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી.
- આ ટનલ તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને સરહદ વિસ્તારમાં સૈનિકોનું કાર્યક્ષેત્ર સરળ બનાવશે.
- ચાઇના દ્વારા અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરવામાં આવે છે ચીને આ વિસ્તારનું નામ ઝંગનાન રાખ્યું છે.
- ઉલ્લેખનીય છે કે આસામના તેજપુરથી અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાને જોડતા રસ્તા પર 825 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ટનલને આટલી ઊંચાઈ પર વિશ્વની સૌથી લાંબી ટૂ-લેન રોડ ટનલ છે.
- આ સેલા ટનલ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વિવિધ આગળના સ્થળોએ સૈનિકો અને હથિયારોની સરળ હિલચાલ પ્રદાન કરશે.
Category: Current Affairs Detailed in Gujarati