વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

Feature Image

  • આ અનાવરણ ‘ઇન્ડિયાઝ ટેકડઃ ચિપ્સ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું.
  • આ ત્રણ પ્લાન્ટમાં ટાટા ગ્રુપના સંયુક્ત સાહસમાં બે પ્લાન્ટ ગુજરાતમાં અને એક આસામમાં બનાવવામાં આવશે.
  • કેન્દ્રીય કેબિનેટે 29 ફેબ્રુઆરીએ જ ચિપ પ્લાન્ટ માટે ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી.
  • આ ત્રણેય પ્લાન્ટને ‘ડેવલપમેન્ટ ઓફ સેમિકન્ડક્ટર્સ એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઇન ઇન્ડિયા’ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.
  • આ ત્રણ ચિપ પ્લાન્ટની અંદાજિત કિંમત 1.26 લાખ કરોડ રૂપિયા છે.
  • સેમિકન્ડક્ટર ચિપ સિલિકોનથી બનેલી છે અને તેનો ઉપયોગ સર્કિટમાં વીજળીને નિયંત્રિત કરવા માટે થાય છે તે ઈલેક્ટ્રોનિક વસ્તુઓને ઓટોમેટીક ઓપરેટ કરવામાં મદદ કરે છે.
  • આ ચિપ મગજની જેમ ગેજેટ્સને ઓપરેટ કરવામાં મદદ કરે છે.
  • કોમ્પ્યુટર, લેપટોપ, કાર, વોશિંગ મશીન, એટીએમ, હોસ્પિટલ મશીનથી લઈને હેન્ડહેલ્ડ સ્માર્ટફોન સુધી, બધું સેમિકન્ડક્ટર ચિપ્સ પર કામ કરે છે.

Category: Current Affairs Detailed in Gujarati