રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા બેંગલુરુમાં વંદે ભારત સ્લીપર ટ્રેનસેટના કાર્બોડી સ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા બેંગલુરુમાં વંદે ભારત સ્લીપર ટ્રેનસેટના કાર્બોડી સ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Feature Image

  • આ ટ્રેનસેટ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા તેના બેંગલુરુમાં રેલ યુનિટમાં બનાવવામાં આવી હતી.
  • ટ્રેનમાં એક ખાસ છત તૈયાર કરવામાં આવી છે, જેથી બર્થ વચ્ચે યોગ્ય ઊંચાઈ આપી શકાય.
  • આ સિવાય ટ્રેનમાં વાયરસ કંટ્રોલ મિકેનિઝમ લગાવવામાં આવ્યું છે, જે 99.99% વાયરસને ખતમ કરી દેશે.
  • આ ટ્રેનમાં કોઈ આંચકા, અવાજ અને કંપન  રહેશે નહિ.
  • BMELને 10 વંદે ભારત સ્લીપર ટ્રેનસેટ એટલે કે કુલ 160 કોચ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
  • સ્લીપર વંદે ભારતનું નિર્માણ એક કન્સોર્ટિયમ એટલે કે બે કંપનીઓ દ્વારા  એકસાથે કરવામાં આવ્યું છે જેમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) અને રશિયાનું TMH ગ્રુપ સામેલ છે.
  • આ કન્સોર્ટિયમે 200માંથી 120 સ્લીપર વંદે ભારત ચલાવવા માટે સૌથી ઓછી બોલી લગાવી હતી.
  • બાકીની 80 ટ્રેનો ટીટાગઢ વેગન અને ભેલના કન્સોર્ટિયમ દ્વારા સપ્લાય કરવામાં આવશે.

Category: Current Affairs Detailed in Gujarati