યુનેસ્કોની Memory of the World Committee for Asia and the Pacific (MOWCAP)ના પ્રાદેશિક રજિસ્ટરની 10મી બેઠક યોજાઈ.
- જેમાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ રામચરિતમાનસની હસ્તપ્રતને વિશ્વની યાદગીરીની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.
- Memory of the World Committee for Asia and the Pacific (MOWCAP)ની આ બેઠક 7-8 મેના રોજ મંગોલિયાની રાજધાની ઉલાનબાતારમાં યોજાઈ હતી.
- MOWCAP 2024 એડિશનમાં એશિયા પેસિફિકની 20 હેરિટેજ સાઇટ્સ છે.
- રામચરિતમાનસની સાથે Sahṛdayaloka-Locana ની હસ્તપ્રત અને પંચતંત્રની હસ્તપ્રતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
- ‘Sahṛdayaloka-Locana’ ની રચના આચાર્ય આનંદવર્ધન દ્વારા નવમી સદીમાં કરવામાં આવી હતી.
- 15મી સદીમાં પંડિત વિષ્ણુ શર્મા દ્વારા ‘Panchatantra’ની રચના કરવામાં આવી હતી.
- MOWCAP નો ઉદ્દેશ્ય લોકોને વિશ્વભરના તમામ મુખ્ય સાંસ્કૃતિક વારસાને સાચવવા અને તેનાથી વાકેફ કરવાનો છે.
Category: Current Affairs Detailed in Gujarati