યુનિસેફ દ્વારા કરીના કપૂરને ભારતની રાષ્ટ્રીય એમ્બેસેડર બનાવવામાં આવી.

યુનિસેફ દ્વારા કરીના કપૂરને ભારતની રાષ્ટ્રીય એમ્બેસેડર બનાવવામાં આવી.

Feature Image

  • United Nations International Children’s Emergency Fund (UNICEF) દ્વારા ભારતીય બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને (# For Every Child campaign in the country) રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી.
  • કરીના વર્ષ 2014થી સેલિબ્રિટી એડવોકેટ તરીકે યુનિસેફ સાથે જોડાયેલી છે.
  • તેણે બાળકોના શિક્ષણ અને જીવન જીવવાના વિકાસ માટે યુનિસેફ સાથે કામ કર્યું છે.
  • 43 વર્ષની કરીનાએ વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ રેફ્યુજીથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
  • કરીનાએ પોતાના 24 વર્ષના બોલિવૂડ કરિયરમાં ‘સિંઘમ’, ‘જબ વી મેટ’, ‘કભી ખુશી, કભી ગમ’ અને ‘હિરોઈન’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
  • યુનિસેફ 190 દેશોમાં બાળકોના અધિકારોની સુરક્ષા અને વિકાસ માટે કામ કરે છે.
  • યુનિસેફની સ્થાપના 11 ડિસેમ્બર 1946ના રોજ સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા કરવામાં આવી હતી, જેનું મુખ્ય મથક ન્યૂયોર્કમાં છે.

Category: Current Affairs Detailed in Gujarati