મોરેશિયસ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી.
- યુનિવર્સિટી ઓફ મોરિશિયસ દ્વારા તેમને ડોક્ટર ઓફ સિવિલ લોની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
- મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથને રુપે કાર્ડ ભેટમાં આપ્યું હતું.
- ઉલ્લેખનીય છે કે રૂપે કાર્ડ તાજેતરમાં મોરેશિયસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
- આ ઉપરાંત એક દ્વિપક્ષીય બેઠક પણ યોજાઇ હતી જેનો ઉદ્દેશ્ય ભારત-મોરેશિયસ ભાગીદારીને વધારવાના માર્ગો પર ચર્ચા કરવાનો હતો.
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસે હાજરી આપનાર છઠ્ઠા ભારતીય બન્યા.
Category: Current Affairs Detailed in Gujarati