મેક્સિકોના અખાતમાં વિશ્વનો સૌથી ઊંડો બ્લુ હોલ મળી આવ્યો.
- આ બ્લૂ હોલ મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પમાં ચેતુમલ ખાડીમાં આવેલ છે.
- તેનું નામ ‘Taam Ja’ Blue Hole’ રાખવામાં આવ્યું છે.
- અત્યાર સુધી વૈજ્ઞાનિકો તેની ઊંડાઈને માપવામાં સક્ષમ નહોતું પરંતુ પ્રારંભિક ગણતરી મુજબ તે લગભગ 1,380 ફૂટ ઊંડું છે અને સમુદ્રની નીચેની સપાટીમાં છે.
- આ પહેલા સૌથી ઊંડા હોલનો રેકોર્ડ દક્ષિણ ચીન સાગરમાં ડ્રેગન હોલના નામે હતો જે 990 ફૂટ ઊંડો છે.
- વૈજ્ઞાનિકોએ તેની ઊંડાઈ માપવા માટે કન્ડક્ટિવિટી, ટેમ્પરેચર અને ડેપ્થ પ્રોફાઇલર (CTD) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો જે દરિયાની નીચેની સપાટીનો વાસ્તવિક સમયનો ડેટા પ્રદાન કરે છે.
- હજુ સુધી કોઈ ડાઇવર કે સબમરીન તેની તળેટી સુધી પહોંચી શકી નથી.
- CTD પ્રોફાઈલર દ્વારા 1,312 ફૂટની ઊંડાઈએ આવેલા આ હોલમાં અનેક ગુફાઓ અને ટનલ હોવાનું જાણવા મળ્યું જે એકબીજા સાથે જોડાયેલા છે.
- અહીંનું તાપમાન અને ખારાશ કેરેબિયન સમુદ્ર જેવું છે.
- તેમની તળેટીમાં માર્બલ અને જીપ્સમ જોવા મળે છે.
Category: Current Affairs Detailed in Gujarati