ભારતની અંતરિક્ષ સંશોધન માટેની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટ દ્વારા 600 ગામા રે બર્સ્ટ (GRB)ની શોધ કરવામાં આવી.
- અંતરિક્ષ સંશોધન માટેની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટ જેેને એસ્ટ્રોનોમી સ્પેસ ટેલિસ્કોપ અને એસ્ટ્રોસેટ પણ કહેવાય છે.
- એસ્ટ્રોસેટે 2023 ની 22,નવેમ્બરે પૃથ્વીથી કરોડો કિલો મીટરના અંતરે આવેલા મહાવિરાટ સ્ટારના મૃત્યુના તબક્કે બહાર ફેંકાયેલા 600 ગામા રે બર્સ્ટ (GRB) શોધ્યા.
- આ GRBની શોધ એસ્ટ્રોનોમી સેટેલાઇટના કેડમિયમ ઝીન્ક ટેલ્યુરાઇડ ઇમેજર (સીઝેડટીઆઇ) નામના વૈજ્ઞાાનિક ઉપકરણ દ્વારા થઇ છે.
- એસ્ટ્રોનોમી સેટેલાઇટનાં કુલ પાંચમાંનાં ત્રણ ટેલિસ્કોપ ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર-મુંબઇ)માં બન્યાં છે.
- 2015 ની 28, સપ્ટેમ્બરે અફાટ અંતરિક્ષમાં તરતી મૂકાયેલી એસ્ટ્રોનોમી વેધશાળાની કામગીરી ખરેખર તો પાંચ વર્ષની હોવા છતાં આજે આઠ વર્ષ સુધી પણ તે કાર્યરત છે.
Category: Current Affairs Detailed in Gujarati