પ્રસિદ્ધ ભારતીય બેન્કર અને ICICI બેન્કના ભૂતપૂર્વ ચેરમેન નારાયણન વાઘુલનું 88 વર્ષની વયે નિધન.
- તેઓને વર્ષ 2009માં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેમણે રાજીવ ગાંધીના વહીવટતંત્ર દરમિયાન ICICI બેન્કના નિર્માણમાં પણ મદદ કરી હતી.
- તેમણે પોતાના કરિયરની શરૂઆત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે કરી હતી તેઓએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ભૂમિકા સંભાળી હતી અને 44 વર્ષની ઉંમરે બેન્ક ઓફ ઈન્ડિયામાં જવાબદારી સંભાળી હતી.
- તેઓએ 1990ના દાયકાના મધ્યમાં બેન્કર કે.વી.કામથને એશિયન ડેવલપમેન્ટ બેન્કમાંથી ભારત પરત ફરવા માટે મનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
- આ ઉપરાંત તેમણે વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ્સ અને મિત્તલ સ્ટીલ જેવા અનેક અગ્રણી ભારતીય ગ્રુપ્સમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
Category: Current Affairs Detailed in Gujarati