પદ્મશ્રી એવોર્ડ વિજેતા પુરાતત્વ વાદી અરુણ શર્માનું 91 વર્ષની વયે નિધન.
- તેઓએ રામ જન્મભૂમિ અયોધ્યા સ્થળના ખોદકામમાં મહત્વનીભૂમિકા ભજવી હતી.
- એક વર્ષ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)મા તેમના ઉત્કૃષ્ટ દેખાવ માટે અને પુરાતત્વમાં ઓલ-ઇન્ડિયા ડિપ્લોમા કોર્સમાં ટોચનું સ્થાન સાથે મૌલાના અબુલ કલામ આઝાદ સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
- તેઓએ ASI સાથે 33 વર્ષ કાર્ય કર્યું હતું.
- તેઓએ નિવૃત્તિ બાદ વર્ષ 1994થી છત્તીસગઢ સરકારના સલાહકાર તરીકે કાર્ય કર્યું હતું.
- તેઓને ભારતીય પુરાતત્વમાં યોગદાન બદલ વર્ષ 2017માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
- વર્ષ 2016 માં, તેણે નક્સલ પ્રભાવિત બસ્તર ક્ષેત્રમાં ઢોલકલ પર્વત પર ભગવાન ગણેશની શિલ્પને પુનઃસ્થાપિત કરવા માટે એક ટીમનું નેતૃત્વ કર્યું હતું.
Category: Current Affairs Detailed in Gujarati