પંજાબી કવિ અને લેખક સુરજીત પાતારનું 79 વર્ષની વયે નિધન.
- તેમને વર્ષ 2012માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
- તેઓની કાવ્ય રચનાઓમાં હવા વિક લિખા હર્ફ, હનારે વિક સુલગદી વર્ણમાલા, પતઝર દી પજેબ, લફઝાન દી દરગાહ અને સૂરજમીનનો સમાવેશ થાય છે.
- તેઓ પંજાબ આર્ટસ કાઉન્સિલના પ્રમુખ તેમજ પંજાબી સાહિત્ય અકાદમીના પ્રમુખ પણ હતા.
- તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કાર, પંચનાદ પુરસ્કાર, સરસ્વતી સન્માન અને કુસુમાગ્રજા સાહિત્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
- તેઓ જલંધર જિલ્લાના પાતર ગામના વતની છે.
- તેઓએ ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી ‘ગુરુ નાનક વાણીમાં લોકકથાઓમાં પરિવર્તન’ વિષય પર પીએચડી કર્યું હતું.
- તેઓ લુધિયાણામાં પંજાબ કૃષિ યુનિવર્સિટીમાંથી પંજાબીના પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા હતા.
Category: Current Affairs Detailed in Gujarati