તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ (ZWL) એવોર્ડ હાંસલ કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યુ.

તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ (ZWL) એવોર્ડ હાંસલ કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યુ.

Feature Image

  • કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII-ITC) સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા આ આ માન્યતા એનાયત કરવામાં આવી.
  • આ હેઠળ એરપોર્ટે દ્વારા તેનો 100 ટકા પ્લાસ્ટિક કચરો અને તેનો 100 ટકા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (MSW), જેમાં ભીનો અને સૂકો કચરો બંનેનો સમાવેશ થાય છે, લેન્ડફિલ્સમાંથી દૂર કરવામાં આવ્યું.
  • નાણાકીય વર્ષ 2022-2023 માટે, તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ZWL પ્રેક્ટિસનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં કચરાના મુખ્ય સ્ત્રોતોમાં કાગળ, કટલરી, ખોરાક અને રોડ વેસ્ટનો સમાવેશ થાય છે.
  • આ એરપોર્ટ દ્વારા તેના ISO 14001:2015 પ્રમાણપત્ર દ્વારા પર્યાવરણ વ્યવસ્થાપન સિસ્ટમ (EMS)ને ફરજિયાત પણે લાગુ કરવામાં આવે છે આ સિસ્ટમ દ્વારા સતત સુધારણા અને ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણીય લક્ષ્યો નક્કી કરી અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • આ સિસ્ટમમાં કચરાના અલગીકરણ, રિસાયક્લિંગ, મોનિટરિંગ અને ઘટાડવાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જે ટકાઉ કચરાના વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરવા માટે ક્રેડલ-ટુ-ક્રેડલ સિદ્ધાંત પર કાર્ય કરે છે.
  • એરપોર્ટ દ્વારા અલગ-અલગ કચરાના સંગ્રહ માટે ચોક્કસ સ્થળો નિયુક્ત કરવામાં આવ્યા છે જે પછી રિસાયક્લિંગ યાર્ડ અને પુનઃપ્રાપ્તિ સુવિધામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.

Category: Current Affairs Detailed in Gujarati