ચીન દ્વારા પાકિસ્તાન માટે બનાવવામાં આવેલી 8 Hangor-class submarine માંથી પહેલી સબમરીન લોન્ચ કરવામાં આવી.
- તે ડીઝલ-ઈલેક્ટ્રિક એટેક સબમરીન છે આઠમાંથી ચાર સબમરીન Wuchang Shipbuilding Industry Group (WSIG) દ્વારા બનાવવામાં આવનાર છે જ્યારે બાકીના ચારનું બાંધકામ Transfer of Technology (TOT) કરાર હેઠળ KS&EW (કરાચી શિપયાર્ડ એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ) ખાતે કરવામાં આવી રહ્યું છે.
- Hangor-class submarine ભારતીય નૌકાદળની કલવરી-ક્લાસ સબમરીન કરતાં મોટી છે, કલવરી-ક્લાસની 1,775 ટનની સરખામણીમાં 2,800 ટનના વિસ્થાપન સાથે.
- હેંગોર વર્ગમાં air independent propulsion (AIP) છે. જો સબમરીન ‘AIP સિસ્ટમ’થી સજ્જ હોય તો સબમરીનને અઠવાડિયામાં માત્ર એક જ વાર ઓક્સિજન લેવાની જરૂર પડે છે.
- AIP સબમરીનને લાંબા સમય સુધી ડૂબી રહેવા દે છે.
- ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળ દ્વારા વર્ષ 2024માં પ્રથમ સ્કોર્પિન ક્લાસ સબમરીન INS કલવારીમાં AIP સ્થાપિત કરવાની યોજના છે.
Category: Current Affairs Detailed in Gujarati