કેરળ દ્વારા તેના પ્રથમ જનરેટિવ AI શિક્ષક ‘આઈરિસ’ લોન્ચ કરવામાં આવ્યું.

કેરળ દ્વારા તેના પ્રથમ જનરેટિવ AI શિક્ષક ‘આઈરિસ’ લોન્ચ કરવામાં આવ્યું.

Feature Image

  • તીરુવનંતપુરમમાં સ્થિત, કડુવાયિલ થંગલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ, KTCT ઉચ્ચતર માધ્યમિક શાળા, AI-સંચાલિત શિક્ષકને રોજગાર આપનારી કેરળની પ્રથમ શૈક્ષણિક સંસ્થા બની.
  • કેરળના મેકરલેબ્સ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી વિકસિત, “આઇરિસ”નો ઉદ્દેશ્ય શિક્ષણને વધુ ઇન્ટરેક્ટિવ, આકર્ષક અને સુલભ બનાવવાનો છે.
  • આ પહેલ NITI આયોગ દ્વારા અટલ ટિંકરિંગ લેબ (ATL) પ્રોજેક્ટના ભાગ રૂપે તૈયાર કરવામાં આવી છે.અટલ ટિંકરિંગ લેબ (ATL) પ્રોજેક્ટ ભારતભરની શાળાઓમાં અભ્યાસેતર પ્રવૃત્તિઓને વધારવા માટે વર્ષ 202માં શરૂ કરવામાં આવી હતી.
  • આઇરિસ વર્ગખંડમાં રોબોટિક હાજરી ઉપરાંત એક જનરેટિવ AI એન્ટિટી છે જે ઇન્ટરેક્ટિવ લર્નિંગ સેશન ચલાવવા માટે સક્ષમ છે.
  • આ રોબોટ ત્રણ ભાષાઓમાં વાતચીત કરવાની ક્ષમતા ધરાવે છે.
  • વૉઇસ સહાય અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ જેવી ક્ષમતાઓથી સજ્જ, આઇરિસ વિદ્યાર્થીઓને પાઠ દ્વારા માર્ગદર્શન આપી શકે છે, પ્રશ્નોના જવાબ આપી શકે છે અને શૈક્ષણિક સંવાદોમાં જોડાઈ શકે છે.
  • આઇરિસ મેનીપ્યુલેશન ક્ષમતાઓ સાથે મોબાઇલ(ફરી શકે તેવું) હોવાથી તેના વ્હીલ બેઝને કારણે તે વર્ગખંડની જગ્યાઓને અસરકારક રીતે નેવિગેટ કરી શકે છે.
  • તે આઇરિસ જનરેટિવ AI સમર્પિત ઇન્ટેલ પ્રોસેસર અને કોપ્રોસેસર દ્વારા સંચાલિત છે.
  • તે વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાતોને અનુકૂલિત થઈ શકે તેવા કસ્ટમાઈઝ્ડ લર્નિંગ અનુભવની સુવિધા આપે છે.

Category: Current Affairs Detailed in Gujarati