કચ્છની અજરખ હસ્તકલાને GI ટેગ આપવામાં આવ્યો.
- પાકિસ્તાનના સિંધમાંથી આવેલી અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા એ ભારતની લુપ્ત થતી કળામાંની એક છે.
- કચ્છના ખત્રી પરિવારોએ નેચરલ ડાઈનું કામ કર્યા બાદ ભુજ ભચાઉ માર્ગ પર કળાના નામથી જ અજરખપુર ગામ વસાવ્યું હતું.
- અજરખ હસ્તકળામાં શાકભાજી, માટી અને પથ્થરોમાંથી પ્રાકૃતિક રંગો બનાવી તેને લાકડાના બ્લોકથી કાપડ પર અવનવી ડિઝાઈન બનાવી પ્રિન્ટ કરવામાં આવતું હોય છે.
- અજરખ કળામાં કાપડની બંને બાજુ એ પ્રિન્ટ કરવામાં આવે છે.
- GI ટેગ સાથે અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનનું અમદાવાદ ખાતે જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યુ.
- વર્ષ 1634માં કચ્છના રાજા ભરમાલજી પહેલાને કચ્છની વિવિધ હસ્તકલાઓમાં ખુબ જ રસ હોવાથી તેમને અજરખ કળા પોતાના રાજ્યમાં લાવવા માટે સિંધના કારીગરોને બોલાવી તેમને અંજાર તાલુકાના ધમડકા ગામમાં આશરો આપ્યો હતો ત્યાર બાદ અજરખપુર, અંજાર, ભુજ અને ખાવડા ખાતે પણ કારીગરો અજરખ કળા ક્ષેત્રે કામ કરી રહ્યા છે.
Category: Current Affairs Detailed in Gujarati