ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
- અમદાવાદમાં ભારત સામેની વર્લ્ડ કપની ફાઈનલ તેઓની છેલ્લી ODI હતી.
- ડેવિડ વોર્નરે જાન્યુઆરી 2009માં હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું.
- વર્ષ 2015 અને વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં તેઓનું મહત્વનું યોગદાન હતું.
- તેઓ રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ, માર્ક વો, માઈકલ ક્લાર્ક અને સ્ટીવ વો પછી છઠ્ઠા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા.
- તેઓ રિકી પોન્ટિંગ પછી સદી (Century)ની યાદીમાં બીજા સ્થાને છે.
- તેઓએ તેમની કારકિર્દીમાં 161 ODI મેચ રમી, 159 ઇનિંગ્સમાં બેટિંગ કરી અને 45.30ની એવરેજથી 6,932 રન બનાવ્યા છે જેમાં 22 સદી અને 33 અડધી સદી ફટકારી છે.
Category: Current Affairs Detailed in Gujarati