ઉર્દૂ સાહિત્યકાર અબ્દુસલામ અબ્દુરઝાક 83 વર્ષની વયે નિધન.
- તેઓ પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી, હતા તેઓ ઉપનામ “સલામ બિન રઝાક”થી વધુ જાણીતા હતા.
- તેઓને 2004માં તેમના વાર્તા સંગ્રહ ‘શિક્તા બતન કે દર્મિયાં’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
- તેઓનો જન્મ 1941માં રાયગઢ જિલ્લાના પનવેલમાં થયો હતો.
- તેમની ચાર ડઝનથી વધુ વાર્તાઓ ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત કરવામાં આવી હતી, જ્યારે તેમાંથી એક ડઝનથી વધુ વાર્તાઓ શાળા, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ છે.
- તેઓ તેમની કારકિર્દીની શરૂઆતમાં નવી મુંબઈમાં મ્યુનિસિપલ શાળાના શિક્ષક તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે સાહિત્યના બે ઉર્દૂમાં અને એક હિન્દીમાં એમ ત્રણ મુખ્ય સંગ્રહો પણ પ્રકાશિત કર્યા હતા.
- ઈતિહાસકાર હોવા ઉપરાંત તેમણે ઘણી મરાઠી વાર્તાઓનો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે.
- છ દાયકાથી વધુની તેમની લાંબી સાહિત્યિક કારકિર્દીમાં તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગાલિબ પુરસ્કાર, મહારાષ્ટ્ર ઉર્દૂ સાહિત્ય અકાદમી પુરસ્કાર અને અન્ય ઘણા સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.
- તેઓની કેટલીક સાહિત્યિક કૃતિઓમાં ‘નગી દોપહર કા સિપાહી’, ‘મુઅબ્બીર’ અને ‘ઝિંદગી અફસાના નહીં’નો સમાવેશ થાય છે.
Category: Current Affairs Detailed in Gujarati