આસામના મુખ્ય પ્રધાન દ્વારા “મુખ્ય પ્રધાન મહિલા સાહસિકતા અભિયાન” હેઠળ નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી.

આસામના મુખ્ય પ્રધાન દ્વારા “મુખ્ય પ્રધાન મહિલા સાહસિકતા અભિયાન” હેઠળ નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી.

Feature Image

  • “મુખ્ય પ્રધાન મહિલા સાહસિકતા અભિયાન (MMUA)” નામની આ યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સાહસિકો માટે બાળકોની મર્યાદા નક્કી કરવામાં આવી.
  • જેમાં જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ માટે ત્રણ બાળકોની અને  અનુસૂચિત જનજાતિ (SC) અને અનુસૂચિત જાતિ (ST) મહિલાઓ માટે ચાર બાળકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
  • MMUA યોજના હેઠળ, આસામ સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે, જેથી તેઓ સ્વ-રોજગાર શરૂ કરી શકે.
  • બાળકોની સંખ્યા પર મર્યાદા નક્કી કરવા ઉપરાંત, લાભાર્થીઓએ અન્ય બે શરતો પણ પૂર્ણ કરવાની રહેશે જેમાં જો મહિલાઓને દીકરીઓ હોય તો તેને શાળામાં પ્રવેશ અપાવેલ હોવો જોઈએ, જો છોકરી શાળાએ જવાની ઉંમરની ન હોય તો મહિલાઓએ એફિડેવિટ પર સહી કરવાની રહેશે કે સમય આવશે ત્યારે તેને શાળામાં દાખલ કરવામાં આવશે.આ ઉપરાંત તેમણે સરકારના વૃક્ષારોપણ અભિયાન અમૃત વૃક્ષા આંદોલન અંતર્ગત વાવેલા વૃક્ષો જીવંત રહે તેની કાળજી લેવાની રહેશે.

Category: Current Affairs Detailed in Gujarati